પ્રાર્થનાઓ



સર્વધર્મ પ્રાર્થના


પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા પોતા સમ સહુને;
પૂર્ણ અહિંસા આચરનારા,નમન તપસ્વી મહાવીરને.
જનસેવાના પાઠ શિખાવ્યા,મધ્યમ માર્ગ બતાવીને;
સંન્યાસીનો ધર્મ ઉજળ્યો,વંદન કરીએ બુદ્ધ તને.
એક પત્નીવ્રત પૂરણ પાળ્યું,ટેક વણીને જીવતરમાં;
ન્યાય નીતિમય રામ રહેજો,સદા અમારા અંતરમાં.
સઘળાં કામો કર્યા છતાંયે,રહ્યા હંમેશાં નિર્લેપી;
એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડાં ખૂંપી.
પ્રેમ રૂપ પ્રભુપુત્ર ઇસુ જે ક્ષમાસિંધુને વંદન હો;
રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહંમદ દિલે રહો
સહિષ્ણુતા ને ઐક્ય ભાવના નાનકનાં હૈયે વસજો;
સત્ય અહિંસા ગાંધીજીનાં અમ જીવનમાં વિસ્તરજો.
જરથોસ્તીનાં પરમ ગુરુની પવિત્રતા જગમાં વ્યાપો;
સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વશાંતિમાં ખપ લાગો.

જીવન જ્યોત જગાવો
જીવન જ્યોત જગાવો,  પ્રભુ હે ! જીવન જ્યોત જગાવો.
ટ્ચૂકડી આ આંગળઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતાં જગત બતાવો;
અમને રડવડતાં શીખવાડો !…..પ્રભુ હે ! (more…)

અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો


અહો નાથ ! ઊભા અમે હાથ જોડી,
કરો રંક સામે કૃપાદ્રષ્ટિ થોડી.
સદા તાપ ને પાપથી તો ઉગારો,
અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.
કૂડાં દુઃખ કાપી રૂડાં સુખ આપો,
અમારા શિરે નાથજી ! હાથ થાપો.
સુખે જાય આ આજનો દિન સારો,
અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.

પિતા,અમે તુજ બાળકો

પિતા,અમે તુજ બાળકો, ચલાવ ઝાલી હાથઃ
કર જોડી સૌ માંગીએ, નિત તારો સંગાથ.
જગમાં સૌ સુખિયાં હજો, સાજાં રાખો સદાયઃ
ભલું થજો સહુ કોઇનું, દુઃખ હજો ન જરાય.
સુણીએ રુડું કાનથી, રૂડું નીરખો નેણ,
હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરો વેણ.

  

                               નવીન પ્રાર્થનાઓ સમયાંતરે અપડેટ થતી રહેશે,
  
                                                                       કૃપા કરી ફરી મુલાકાત કરશો...