મગજની કસરત


જાદુઇ ખાના


બાળકો, 
ઉપર બતાવેલા ચિત્રમાં તમે જોશો કે ગમે તે સીધી લાઇનમાં જો સરવાળો કરવામાં આવે તો તે ૩૮ –(38)  જ થશે. 
કોયડા-૨ નો ઉકેલ
છ માણસો આવ્યા તેમાંથી પાંચ માણસો એક એકે ઇંડુ લઇ જતા રહ્યા અને છેલ્લે બચ્યું તે છઠ્ઠા માણસનું ઇંડું છે, 
 જે તે  બાસ્કેટ સાથે લઇ લેશે.

આંગળીઓની કરામત


દોસ્તો આજે આપણે હાથની આંગળીઓની કરામત જોઇએ. આ ફોટા  જુઓ. આપણી આંગળીઓ કેવા સંદર દેખાવો આપી શકે છે?????

મગજની કસરત


અહીં છ ગ્લાસ છે જેમાં પહેલા ત્રણ ગ્લાસમાં નારંગીનો રસ ભરેલો છે. અને પછીના ત્રણ ગ્લાસ ખાલી છે.માત્ર એક જ વખત એક ગ્લાસ ઉઠાવીને તમે એવી ગોઠવણી કરી આપો કે ભરેલો ગ્લાસ અને ખાલી ગ્લાસ એકાંતરિક રીતે ગોઠવાય. (એક ભરેલો, એક ખાલી, એક ભરેલો એક ખાલી, એક ભરેલો એક ખાલી) તે રીતે….

(2)
જવાબ આપો——–આ બસ્કેટમાં છ ઇંડા છે. છ માણસો છે. દરેકને ભાગે  એક એક ઇંડું છે અને તો  પણ બાસ્કેટમાં એક ઇંડું રહે છે.
કઈ રીતે??????

ચાલો જવાબ આપો


ચાલો જવાબ આપો
૩+૧૮=૭
૭+૧૪=૩
૬+૧૮=૪
૮+૧૧૨=૧૫
તો
૯+૧૩૫=………?????

મગજની કસરત-૧ નો જવાબ

(૧) ૭ છોકરીઓ
(૨)૭  x ૭= ૪૯ બેગ
(૩)૪૯ x  ૭ બિલાડીઓ=૩૪૩ બિલાડીઓ
દરેકને ૭ બચ્ચા=૩૪૩ x  ૭=૨૪૦૧ બચ્ચા
૨૪૦૧બચ્ચા+ ૭ મૂળ બિલાડીઑ = ૨૪૦૮ કુલ બિલાડીઑ
તેમનાં પગ=૨૪૦૮ x  ૪= ૯૬૩૨ કુલ પગ
———————————————————-
(2)દરેકના ભાગે ૭ કેરીઓ આવી.
કઈ રીતે???
જવાબ (૧)ફકીરે એક કેરી લઈ તેને ઘોળી, તેનો રસ કાઢ્યો કુલ ૧૨ ચમચા રસ નીકળ્યો, દરેકને ચાર ચાર ચમચા રસ પીવા આપી દીધો અને બાકીની ૨૧ કેરીઓના ભાગ પાડ્યા એટલે ૨૧ /૩ = ૭
જવાબ-(૨) ફકીર એક કેરી ખાઇ ગયો અને બાકીની ૨૧ કેરીના ભાગ પાડ્યા

મગજની કસરત-૧


thinking kid
(૧)એક બસમાં ૭ છોકરીઓ બેઠી, દરેકની પાસે ૭ બેગ, દરેક બેગમાં ૭બિલાડીઓ, દરેક બિલાડીને ૭ બચ્ચા તો કુલ બિલાડીઓના પગ કેટલા????
(૨)ત્રણ ભાઇઓ ઝગડતા હતા, તેમની પાસે ૨૨ કેરીઓ હતી અને તેને સરખે ભાગે વહેંચવી હતી. એક ફકીર ત્યાંથી પસાર થયા અને તેમણે આ ઝગડો દૂર કરવા ત્રણેને સરખે ભાગે કેરીઓ વહેંચી આપી…..દરેકને સરખે ભાગે કેરીઓ મળી ગઈ. કઇ રીતે કેરીઓ વહેંચી હશે??? દરેકને કેટલી કેરીઓ મળી હશે???

સુડોકુ-4(ઉકેલ)

સુડોકુ-4(પઝલ)


સુડોકુ રમત કઈ રીતે રમાય તે જોઈ લઈએ
1-તેમાં ઉભી અને આડી 9-9 ખાનાની હરોળ છે કુલ 81 ખાના છે
2-9-9 ખાનાના 9 ચોરસ આપેલા છે.
3-દરેક ચોરસમાં 1 થી 9 નો આંકડો મૂકવાનો.એક પણ અંકનું પુનરાવર્તન ન થવું જોઈએ
4-દરેક ઉભી અને આડી હરોળમાં પણ 1 થી 9 અંક આવવો જોઈએ
તો ચાલો શરૂ કરી દો નીચેની સુડોકુ પઝલ……
જવાબ તમને 15 દિવસ પછી મળશે.