જાણવા જેવું



શોર્ટકટ કી વડે ફાઈલને કરો મિનીમાઇઝ અને મેક્સિમાઇઝ





કમ્પ્યુટર નોલેજ
બાળદોસ્તો, જો તમે શોર્ટકટ કી યુઝ કરવાનું વધુ પસંદ કરતા હોય તો આપણે અહીં એવી થોડી શોર્ટકટ કી વિશે માહિતી મેળવીએ કે જેનાથી તમને રોજબરોજના કમ્પ્યુટરના ઉપયોગ વખતે ખૂબ જ કામ લાગશે. માઉસનો વારેવારે ઉપયોગ ટાળવો હોય તો તમે અમુક ખૂબ જ જરૂરિયાતવાળા અને વારેવારે કરવા પડતાં કામોમાં સિફ્તથી કી-બોર્ડ વાપરીને કામ વધુ ઝડપી બનાવી શકો છો. આ રહી એવી થોડી ટિપ્સ.
તમે જે ફાઈલ પર કામ કરી રહ્યાં હોય એ ફાઈલ તમારે માઉસના ઉપયોગ વગર જ મિનીમાઈઝ કરવી હોય તો તમે Alt અને Spacebar કીની સાથે N પ્રેસ કરશો એટલે જે તે ફાઈલ મિનીમાઈઝ થઈ જશે. એ જ રીતે તમારે કોઈ ફાઈલ અધૂરી ખૂલી છે અને કમ્પ્યુટરની તમારી સ્ક્રીન જેવડી મોટી કરી દેવી છે તો તમારે Alt અને Spacebarની સાથે X પ્રેસ કરવાનું રહેશે. આ પ્રમાણે જરૂર પડયે જે તે ફાઈલને ક્લોઝ કરવા માટે Alt અને Spacebarની સાથે C પ્રેસ કરવાથી ફાઈલ ક્લોઝ થઈ જશે. જો ફાઈલ અડધી જ ખુલ્લી હોય અને તમારે જમણીથી ડાબે કે ડાબેથી જમણી તરફ ખસેડવા માટે Alt અને Spacebar કીની સાથે M કરીએ એટલે પછી એરો કીની મદદ વડે મૂવ કરી શકાય છે. માઉસનો ઓછો ઉપયોગ કરીને કામ ઝડપી બનાવવું હોય તો આ ટેક્નિક અપનાવવા જેવી છે.  


અજાણતા થયેલી એક્સ-રેની શોધ








શરીરના કોઈ પણ અંગનું હાડકું તૂટી જાય તો ડોક્ટર 'એક્સ-રે'રિપોર્ટ મેળવે છે અને પછી જ સચોટ નિદાન કરી શકે છે કે ખરેખર હાડકાને કેટલું નુકસાન પહોંચ્યું છે. શરીરનાં વિવિધ અંગોના એક્સ-રે રિપોર્ટ લેવામાં આવતા હોય છે ત્યારે જાણીએ કે આ એક્સ-રે એટલે કે ક્ષ-કિરણો શું છે?
એક્સ-રે માનવ શરીરનાં હાડકાંઓનું સ્પષ્ટ ચિત્ર બતાવે છે. એક્સ-રે ચિત્ર લેનારા મશીનને એક્સ-રે મશીન કહેવામાં આવે છે અને એક્સ-રેના નિષ્ણાત તબીબને રેડિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. આ રેડિયેશનનાં કિરણો માનવશરીર પર પડે છે ત્યારે ચામડી કે શરીરની અંદરનો બીજો એક પણ ભાગ ચિત્રમાં આવતો નથી. માત્ર હાડકાંનો જ રેડિયોગ્રાફ આવે છે.
હા, પણ જો આપણે કોઈ ધાતુની વસ્તુઓ શરીર પર પહેરી હોય તો તે આ ચિત્રમાં આવી જાય છે, એટલે જ એક્સ-રે કરાવતા પહેલાં શરીર પર પહેરેલી આવી ધાતુની વસ્તુઓ તબીબો કાઢી નાખવાનું કહેતા હોય છે. એક્સ-રે મશીનને શરીરની લગોલગ ગોઠવવામાં આવે છે અને એક બટન દબાવતા જ નક્કી કરેલા ભાગ પરથી એક્સ કિરણો પસાર થઈ જાય છે અને જે તે ભાગનું બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્ર આવી જાય છે.
એક્સ-રે મશીનની શોધ પાછળ પણ રોચક ઇતિહાસ છે. એક્સ-રેની શોધ અન્ય શોધ વખતે અકસ્માતે થઈ હતી. જર્મનીના વિજ્ઞાની વિલ્હેમ કોનરાડ રોન્ટગન ૧૮૯૫માં વેક્યુમ ટયુબ પર પ્રયોગો કરી રહ્યા હતા ત્યારે તેનાથી અજાણતા જ આ શોધ થઈ હતી.
તેમણે એક સપ્તાહ સુધી તેમની પત્નીના હાથના એક્સ-રે ચિત્રો મેળવ્યાં હતાં અને પછી આ શોધ થયાની જાહેરાત કરી હતી. આ કિરણોની સંપૂર્ણ ઓળખ થઈ શકી ન હોવાથી તેનું નામ એક્સ-રે આપવામાં આવ્યું હતું. આ શોધ કરનાર વિજ્ઞાની વિલ્હેમ કોનરાડ રોન્ટગનને ૧૯૦૧માં ભૌતિકશાસ્ત્રનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.  


કરામતથી બદલો પાણીનો રંગ  



 વોટર હીટર


હીટરનો ઉપયોગ ડોલમાં ભરેલા પાણીને ગરમ કરવા માટે કરવામાં આવે છે. નાઇક્રોમ ધાતુના બનેલા એલિમેન્ટને ધાતુની નળીમાં ઇન્સ્યુલેટિંગ મટીરિયલની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે એલિમેન્ટ અને નળીનો એકબીજા સાથે સંપર્ક ન થાય. ત્યારબાદ નળીને ગોળ આકાર આપવામાં આવે છે. એલિમેન્ટમાં જ્યારે વિદ્યુત કરંટ પસાર થાય છે ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે છે. આ ગરમી ઉષ્ણતાવહનને લીધે પાણી સુધી પહોંચીને તેને ગરમ કરે છે. ઇમર્શન હીટરના ઇલેક્ટ્રિક વાયરને ત્રણ પીન કે પાંચ પીનવાળા સોકેટમાં જોડવામાં આવે છે જેને લીધે અર્થિગ દ્વારા સંપૂર્ણ સુરક્ષિત રહી શકે છે.
હીટરની ક્લિપ ડોલના સંપર્કમાં રહેવી જોઇએ જેથી ઉપકરણની અંદર કોઇ ખરાબી થાય તો પાણી કે ડોલમાં આવેલા કરંટનું અર્થિંગ થઈ શોક લાગવાનો ભય રહેતો નથી. 




બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર 


ભારત દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના આમ્બડવા ગામમાં થયો હતો. પિતાનું નામ રામજી શકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. પિતા સૂબેદાર તરીકે નોકરી કરતા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. નાનપણથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આંબેડકરની યાદશક્તિ એવી ગજબની કે જે વાંચે તે બધું જ તેમને યાદ રહી જતું. તે વર્ણભેદના અપમાનને પીને સતત પોતાનો વિકાસ કરતા રહ્યા. સતારા ગામના બ્રાહ્મણ શિક્ષક આંબેડકરને હિંમત અને માર્ગદર્શન આપતા રહ્યા. આંબેડકરને નાનપણથી વર્ણવ્યવસ્થામાંથી પેદા થતા ભેદભાવો સામે ખૂબ જ તિરસ્કાર હતો. ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને શિષ્યવૃત્તિ આપીને ૧૯૧૩માં પરદેશ મોકલ્યા.
 અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન,સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. આંબેડકરે પરદેશમાં સ્વતંત્રતા અને સમાનતાનો અનુભવ કર્યો. અહીં ઊંચ-નીચના ભેદભાવ તથા જન્મ આધારિત અસ્પૃશ્યતાના સ્થાને એક નવી જ દુનિયાનો પરિચય થયો. આથી તેમના વિચારો ખીલી ઊઠયા. તેમણે ભારતની વર્ણવ્યવસ્થા પર મહાનિબંધ લખીને દુનિયા સમક્ષ રજૂ કર્યો જેની ખૂબ જ પ્રશંસા થઈ. ભારત પાછા ફર્યા પછી વડોદરા રાજ્યમાં   નોકરી સ્વીકારી. એ જમાનામાં ભારતમાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું. આંબેડકરે ઐતિહાસિક ગોળમેજી પરિષદમાં ભાગ લઈને તેમણે તેમના વિચારો પ્રગટ કર્યા. આંબેડકરે વર્ણભેદ જડમૂળથી ખતમ થાય તે માટે વિવિધ પુસ્તકો પણ લખ્યાં છે. ભારતને આઝાદી મળતાં દેશનું બંધારણ ઘડવાનું નક્કી થયું. બંધારણ ઘડવાની સમિતિના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરને નિયુક્ત કરવામાં આવ્યા. જેના આધારે ભારત દેશની લોકશાહી ચાલી રહી છે. આંબેડકરને એક વિદ્વાન, દાર્શનિક અને સમાજસુધારક તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.  





પાઈનું સચોટ મૂલ્ય શોધનારા પ્રાચીન ગણિતશાસ્ત્રી -આર્યભટ્ટ


આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળવિજ્ઞાની હતા. તેમનો જન્મ ઈ.સ. ૪૯૯માં ૨૧મી માર્ચના રોજ કુસુમપુર ગામમાં થયો હતો. તેમના જન્મસ્થળ અંગે ગણિતશાસ્ત્રીઓનો અલગ અલગ અભિપ્રાય છે, પરંતુ તેમની ગાણિતિક કુશળતા બાબતે કોઈ જ શંકા નથી. આર્યભટ્ટે માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે આર્યભટ્ટીય નામે ગણિતનો મસમોટો ગ્રંથ લખ્યો. આ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકમાં તેમણે લખ્યું કે, હોડીમાં બેઠેલો માણસ જ્યારે પાણીના પ્રવાહ સાથે ગતિ કરે છે ત્યારે તે એવું સમજે છે કે સ્થિર વૃક્ષો, પાષાણો,પર્વત વગેરે ઊલટી દિશામાં ગતિ કરી રહ્યાં છે. દુનિયામાં આર્યભટ્ટે પહેલી વાર સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે. આર્યભટ્ટના ગ્રંથમાં અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિ, ભૂમિતિ, વર્ગમૂળ, ઘનમૂળનો સમાવેશ થતો હોવાથી ગણિતજ્ઞાને ખૂબ જ રસ પડે છે. ઉપરાંત ખગોળશાસ્ત્રની ગણતરીઓ અને અવકાશક્ષેત્રની નોંધોને કારણે હિંદુ પંચાંગ તૈયાર કરવા આ ગ્રંથ ઉપયોગમાં લેવાય છે. આ ખગોળશાસ્ત્રીએ પહેલી વાર સમજાવ્યું કે ગ્રહણ પૃથ્વી અને ચંદ્રના પડછાયાના કારણે થાય છે. આર્યભટ્ટે એમ પણ સ્પષ્ટ કર્યુ કે ચંદ્રનો જે પ્રકાશ છે તે પોતાનો નથી, પરંતુ સૂર્યના પ્રકાશના લીધે ચમકતો જણાય છે. આ સિવાય ગણિતમાં પણ આર્યભટ્ટનું ખૂબ જ મોટું પ્રદાન છે. મોટી સંખ્યાઓને લખવા માટેની પદ્ધતિઓ વિકસાવી હતી. તેમણે સૌ પ્રથમ વખત પાઈની કિંમત નક્કી કરી આપી હતી. આર્યભટ્ટે વિદેશી વૈજ્ઞાનિક આર્િકમિડીઝ કરતાં પણ વધારે સારી રીતે પાઈનું મૂલ્ય આંક્યું હતું. ગણિતનાં જટિલ સમીકરણોના કોયડા પણ આયભટ્ટે ઉકેલ્યા હતા. આમાંનાં ઘણાં સમીકરણો આજે અપ્રાપ્ય છે. આર્યભટ્ટે વિજ્ઞાનનાં સાધનોનો અભાવ છતાં પૃથ્વીનો પરિઘ માપી બતાવ્યો હતો. તેમના મતે પૃથ્વીનો પરિઘ ૩૯,૯૬,૮૦,૫૮૨ કિમી છે. આર્યભટ્ટની યાદમાં ગણિત સંસ્થાઓ તથા જ્યોતિષ મંડળો કાર્યરત છે. ગણિત અને ખગોળશાસ્ત્રમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારતના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું.




હેડકી આવે ત્યારે પાણી શા માટે પીવાનું


આપણે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છે અને જાય છે. હવા જ્યારે પાછી આવે ત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે
કો ઈને પણ હેડકી આવે એટલે તરત એવું બોલાય કે, જરૃર કોઈ યાદ કરતું લાગે છે. આપણે ત્યાં હેડકી આવવાની પ્રક્રિયાને આ રીતે કોઈ યાદ આવવાની વાત સાથે જોડી દેવામાં આવી છે. જોકે વૈજ્ઞાનિક તથ્ય એ છે કે હેડકી આવે તેની સાથે કોઈની યાદ આવવાનો સંબંધ નથી હોતો. એ તો ફક્ત એક તુક્કો છે કે હેડકી આવતાં આપણે વિચારવા લાગીએ કે, આપણને કોણ યાદ કરતું હશે? એમ વિચારવાની સાથે આપણું ધ્યાન બીજે દોરાઈ જાય છે. વાસ્તવમાં હેડકી આવવા પાછળનું વિજ્ઞાન સમજાઈ જાય તો હેડકીને રોકવાના ઉપાય પણ તરત જ મળી આવે છે. આપણે જે શ્વસનતંત્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. તેના દ્વારા ફેફસાંમાં હવા આવે છે અને જાય છે. હવા જ્યારે પાછી આવે ત્યારે છાતી અને પેટ વચ્ચે આવતો એક પાતળો પડદો હલે છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જોકે આ પ્રક્રિયામાં ક્યારેક ગરબડ ત્યારે થાય છે જ્યારે શ્વાસ લેતી વખતે છાતી અને પેટ વચ્ચે આવેલો આ પડદો વધારે હલવા માંડે છે તેને આપણે સાદી ભાષામાં હેડકી આવી એવું કહીએ છીએ.
ક્યારેક ફટાફટ જમતી વખતે, તો ક્યારેક વધારે પડતું તીખું ખવાઈ જાય એ વખતે પણ હેડકી આવતી હોય છે.
હેડકી આવતી બંધ કરવા તમે ઘણા ઉપાયો અપનાવી શકો. જેમ કે, પાણી પી લેવું, થોડીક સેકન્ડ માટે શ્વાસ રોકવો, ફુગ્ગો ફુલાવવો અથવા તો ખાંડ ખાઈ લેવી વગેરે. સામાન્ય રીતે હેડકી આવતાં ધીરે ધીરે પાણી પીવામાં આવે તો આ પડદો ફરી પાછો પોતાની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે અને હેડકી આવતી બંધ થઈ જાય છે. તો મિત્રો, તમે હવે એ વૈજ્ઞાનિક કારણ સમજી ગયા ને કે, હેડકી આવવાનો અર્થ એ નથી કે તમને કોઈ યાદ કરી રહ્યું છે અને હા. જો કોઈ ઉપચાર કરવા છતાં હેડકી આવતી બંધ ન થતી હોય અથવા સતત હેડકી આવતી હોય તો ડોક્ટરને મળવું જ જોઈએ.

1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું
2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.
3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો .
4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.
5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે
૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી. 
6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.
7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.
8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી 
નથી.
9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.
10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ , ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે


ગુજરાત વિષે જાણવા જેવું
ગુજરાતમાં સૌથી મોટું
મોટું બંદરઃ- કંડલા
મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ
મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ
મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ
મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]
મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]
મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]
મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]
મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ
મોટી નદીઃ- સાબરમતી
મોટો મેળોઃ- વૌઠાનો મેળો
મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]
મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ
મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]
મોટું એરપૉર્ટઃ- અમદાવાદ
મોટું સરોવરઃ- નળ સરોવર
મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી
મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ
મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા
મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.
ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]
                                                                             

પ્રથમ ભારતીય મહિલાઓ

પ્રથમ મહિલા શાસક  -  રઝીયા સુલતાના (૧૨૩૬)
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  -  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 
પ્રથમ મહિલા સ્નાતક   -  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  -  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭) 
પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  -  નીલા કૌશિક પંડિત 
પ્રથમ મહિલા સ્ટંટક્વીન  - નાદિયા  (૧૯૪૫) 
પ્રથમ મહિલા રાજ્યપાલ    -   સરોજીની નાયડુ (૧૯૪૭)
પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   -  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  -  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) 
પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  -  આરતી સહા (૧૯૫૯)
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   -  રીતા ફરીયા (૧૯૬૨)
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  -  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન   -  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   -  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  -  મધર ટેરેસા  (૧૯૭૯)
પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  -  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  -  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  -  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
પ્રથમ મહિલા આઈ.પી.એસ.   -  કિરણ બેદી  (૧૯૭૨)
પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  -  આશા પારેખ (૧૯૯૦)
પ્રથમ મહિલા બેરિસ્ટર  - કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  - હોમાઈ વ્યારાવાલા 
પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  - લીલા શેઠ  (૧૯૯૧)
પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  - સુરેખા યાદવ  (૧૯૯૨)
પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   - વસંથકુમારી (૧૯૯૨)
પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  - ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
પ્રથમ મહિલા પાયલટ  - દુર્બા બેનરજી (૧૯૯૩)
પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  - રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  - અપર્ણા પોપટ (૧૯૯૪) 
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   -  સુસ્મિતા સેન (૧૯૯૪)
પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  - મેનકા ગાંધી (૧૯૯૬)
પ્રથમ મહિલા અવકાશ યાત્રી   -   કલ્પના ચાવલા (૧૯૯૭)
પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  - મલ્લેશ્વરી (૨૦૦૦)
પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  - કમલેશ કુમારી (૨૦૦૧)
પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  - વિજય લક્ષ્મી 
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  - હરિતા કૌર દેઓલ 
પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  - સુલોચના મોદી 
પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  - જ્યોર્જ 
પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  - સુબ્રમણ્યમ 
પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત 
પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  - પંડિત 
પ્રથમ મહિલા ઈજનેર  - લલિતા સુબ્બારાવ

પ્રથમ મહિલા ડોક્ટર  - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

ગુજરાતના રાજપાલો

મહેંદી નવાઝ જંગ

૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫

નિત્યાનંદ કાનુગો

૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ ૩

પી.એન.ભગવતી ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭

ડૉ.શ્રીમન્નારાયણ

૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩

પી.એન.ભગવતી ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩

કે.કે.વિશ્વનાથન

૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮

શ્રીમતી શારદા મુખર્જી

૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩

પ્રો.કે.એમ.ચાંડી

૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪

બી.કે.નહેરુ

૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬

આર.કે.ત્રિવેદી

૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦

મહિપાલસિંહ શાસ્ત્રી

૩-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦

ડૉ.સ્વરૂપસિંહ

૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫

નરેશચંદ્ર સક્સેના

૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬

કૃષ્ણપાલસિંહ

૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮

અંશુમનસિંહ

૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯

બાલક્રિશ્નન ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯

સુંદરસિંહ ભંડારી

૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩

કૈલાશપતિ મિશ્રા

૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪

ડૉ.બલરામ ઝાખડ ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪

નવલકિશોર શર્મા

૨૪-૭-૨૦૦૪ થી ૨૪-૭-૨૦૦૯

શ્રી એસ.સી જમીર

૨૪-૭-૨૦૦૯ થી ૨૬ – ૧૧ -  ૨૦૦૯

શ્રી મતી કમલાદેવી

૨૭- ૧૧ -  ૨૦૦૯ થી ચાલુ


૧.પાટણની કઈ વસ્તુ ભારતમાં વિશેષ છે?
(અ) ઘરેણાં (બ) પટોળાં (ક) કાપડ
૨.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
(અ) ૧૫૦૦ (બ) ૨૬૦૦ (ક) ૧૬૦૦
૩.પારસીઓ ગુજરાતના કયા બંદરે ઊતર્યા હતા?
(અ) સંજાણ (બ) દમણ (ક) કંડલા
૪.જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા સૌ પ્રથમ ગુજરાતી સર્જક કોણ હતા?
(અ) ઉમાશંકર જોશી (બ) સુંદરમ્ (ક) સ્નેહરશ્મી
૫. ભારતીય બંધારણ સમિતિના સભ્ય કયા ગુજરાતી હતા?
(અ) ઉમાશંકર જોશી (બ) કનૈયાલાલ મુનશી (ક) ધૂમકેતુ
૬.વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
(અ) અમદાવાદ (બ) જામનગર (ક) જુનાગઢ
૭.સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?
(અ) સુરત (બ) ભાવનગર (ક) અમદાવાદ


સફારી મેગેઝિન


વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૭)

ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
બેરોમીટર : વાયુભાર માપક સાધન
માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
સેલિનોમીટર : ક્ષારતા માપક સાધ
  
creted by- suthar sureshkumar R

વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૬)

કિલનોમીટર : ઢાળ માપક સાધન
કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
ગોનિયોમીટર : કોણ માપક સાધન
ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
creted by- suthar sureshkumar R

વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૫)

ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
એટમોમીટર : બાષ્પદર માપક સાધન
એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
કોનોમીટર : કાલ માપક સાધન
પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
creted by- suthar sureshkumar R

વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૪)

એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન
creted by- suthar sureshkumar R

વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૩)

એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
creted by- suthar sureshkumar R

વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૨)

એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
creted by- suthar sureshkumar R

વિજ્ઞાનને લગતા સાધનો (ભાગ – ૧)

સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન
ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
creted by- suthar sureshkumar R

મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ

નામમાતાનું નામપિતાનું નામજન્મસ્થળ
મહારાણા પ્રતાપમહારાણી જીવંત બાઈમહારાણા ઉદયસિંહપાલી શહેર
રાજસ્થાન
છત્રપતિ શિવાજીજીજાબાઈશાહજી ભોંસલેશિવનેરી કિલ્લો
રાણી લક્ષ્મીબાઈભાગીરથીબાઈમોરોપંત તાંબેવારાણસી
લોકમાન્ય ટિળકપાર્વતીબાઈગંગાધર ટિળકચિખલ ગાંવ
શ્યામજી કૃષ્ણવર્માગોમતીબાઈકરસનદાસમાંડવી
મેડમ કામાસોરાબજી પટેલમુંબઈ
સ્વામી વિવેકાનંદભુવનેશ્વરીદેવીવિશ્વનાથ દત્તસિમુલિયા
પંડિત સાતવળેકરલક્ષ્મીબાઈદામોદર પંતકોલ ગાંવ
ભગિની નિવેદિતામેરીસેમ્યુઅલ નોબલડનગાનોમ
ગાંધીજીપૂતળીબાઈકરમચંદ ગાંધીપોરબંદર
સરદારસિંહ રાણાફૂલજીબારવાભાઈકંથારિયા
મહર્ષિ અરવિંદસ્વર્ણલતાડો.કૃષ્ણધન ઘોષકલકત્તા
સરદાર પટેલલાડબાઈઝવેરભાઈનડિયાદ
બિરસા મુંડાકરમી મુંડાસુગના મુંડાઉન્નિહાતુ
વીર સાવરકરરાધાબાઈદામોદર પંતભગુર
ભાઈકાકાદ્યાભાઈસોજીત્રા
ડો.હેડગેવારરેવતીબાઈબલિરામનાગપુર
રાષ્ટ્રવીર છેલભાઈરંગબાજયકૃષ્ણ દવેવઢવાણ
ખુદીરામ બોઝલક્ષ્મીપ્રિયાત્રૈલોકનાથમોહબની ગામ
ડો.આંબેડકરભીમાબાઈરામજીઆંબડવા
સુભાષચંદ્ર બોઝપ્રભાવતીદેવીજાનકીનાથકોદાલીય ગામ
રામપ્રસાદ બિસ્મિલમુરલીધરશાહજહાનપુર
વીર ઉધમસિંહ
(શીખપંથ અંગિકાર કર્યા પછી)
નારાયણીદેવી
(હરનામકૌર)
ચૂહડરામ
(ટહેલિસંહ)
સુનામ

અશફાક ઉલ્લાખાનમજહુર નિશાબેગમશકીલ ઉલ્લાખાનશાહજહાનપુર
ડો.શ્યામાપ્રસાદ મુખર્જીયોગમાયાઆશુતોષ મુખર્જીકલકત્તા
લાલબહાદુર શાસ્ત્રીરામદુલારી દેવીશારદાપ્રસાદમોગલસરાઈ
ચંદ્રશેખર આઝાદજગરાનીદેવીબૈજનાથઅલીરાજપુર
શ્રી ગુરુજી (માધવરાવ)લક્ષ્મીદેવીસદાશિવરાવનાગપુર
ભગતસિંહવિદ્યાવતીકિશનસિંહબંગાગામ
બાબુ ગેનુકોંડાબાઈજ્ઞાનબા સઈદમહાળુંગે પડવળ
મદનલાલ ધીંગરાડોકટર દિત્તાઅમૃતસર
રામમનોહર લોહિયાહીરાલાલનબીરપુર
કેપ્ટન લક્ષ્મીકાંચનગોપાલન મેનનચેન્નાઈ
પંડિત દીનદયાલ ઉપાધ્યાયરામપ્યારીભગવતીપ્રસાદનગલા ચંદ્રભાણ

creted by- suthar sureshkumar R

           મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ







નામજન્મમૃત્યુ
મહારાણા પ્રતાપ૦૯/૦૫/૧૫૪૦૨૯/૦૧/૧૫૯૭
છત્રપતિ શિવાજી૧૯/૦૨/૧૬૩૦૦૩/૦૪/૧૬૮૦
રાણી લક્ષ્મીબાઈ૧૯/૧૧/૧૮૩૫૧૮૫૭
લોકમાન્ય ટિળક૨૩/૦૭/૧૮૫૬૩૧/૦૭/૧૯૨૦
શ્યામજી કૃષ્ણવર્મા૩૦/૧૦/૧૮૫૭૩૧/૦૩/૧૯૩૧
મેડમ કામા૨૪/૦૯/૧૮૬૧૧૩/૦૮/૧૯૩૭
સ્વામી વિવેકાનંદ૧૨/૦૧/૧૮૬૩૦૪/૦૭/૧૯૦૨
પંડિત સાતવળેકર૧૯/૦૯/૧૮૬૭૩૧/૦૭/૧૯૬૮
ભગિની નિવેદિતા૨૮/૧૦/૧૮૬૭૧૩/૧૦/૧૯૧૧
ગાંધીજી૦૨/૧૦/૧૮૬૯૩૦/૦૧/૧૯૪૮
સરદારસિંહ રાણા૧૮૭૦૨૫/૦૫/૧૯૫૭
મહર્ષિ અરવિંદ૧૫/૦૮/૧૮૭૨૦૫/૧૨/૧૯૫૦
સરદાર પટેલ૩૧/૧૦/૧૮૭૫૧૫/૧૨/૧૯૫૦
બિરસા મુંડા૧૫/૧૧/૧૮૭૫૦૯/૦૬/૧૯૦૦
વીર સાવરકર૨૮/૦૫/૧૮૮૩૨૬/૦૨/૧૯૬૬
ભાઈકાકા૦૭/૦૬/૧૮૮૮૩૧/૦૩/૧૯૭૦
ડો.હેડગેવાર૦૧/૦૪/૧૮૮૯૨૧/૦૬/૧૯૪૦
રાષ્ટ્રવીર છેલભાઈ૧૬/૧૦/૧૮૮૯૧૯૫૬
ખુદીરામ બોઝ૦૩/૧૨/૧૮૮૯૧૯/૦૮/૧૯૦૮
ડો.આંબેડકર૧૪/૦૪/૧૮૯૧૦૬/૧૨/૧૯૫૬
સુભાષચંદ્ર બોઝ૨૩/૦૧/૧૮૯૭૧૮/૦૮/૧૯
રામપ્રસાદ બિસ્મિલ૧૧/૦૬/૧૮૯૭૦૯/૧૨/૧૯૨૭
વીર ઉધમસિંહ૨૬/૧૨/૧૮૯૯૩૧/૦૭/૧૯૪૦
અશફાક ઉલ્લાખાન૨૨/૧૦/૧૯૦૦૧૯/૧૨/૧૯૨૭
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી૦૭/૦૭/૧૯૦૧૨૩/૦૬/૧૯૫૩
લાલબહાદુર શાસ્ત્રી૦૨/૧૦/૧૯૦૪૧૦/૦૧/૧૯૬૬
ચંદ્રશેખર આઝાદ૨૩/૦૭/૧૯૦૬૨૭/૦૨/૧૯૩૧
શ્રી ગુરુજી (માધવરાવ)૧૯/૦૨/૧૯૦૬૦૫/૦૬/૧૯૭૩
ભગતસિંહ૨૮/૦૯/૧૯૦૭૨૩/૦૩/૧૯૩૧
બાબુ ગેનુ૧૯૦૮૧૨/૧૨/૧૯૩૦
મદનલાલ ધીંગરા૧૮/૦૯/૧૮૮૩૧૭/૦૮/૧૯૦૯
રામમનોહર લોહિયા૦૩/૦૩/૧૯૧૦૧૨/૧૦/૧૯૬૭
કેપ્ટન લક્ષ્મી૧૦/૧૦/૧૯૧૨
પંડિત દીનદયાલ ઉપાધ્યાય૨૫/૦૯/૧૯૧૬૧૧/૦૨/૧૯૬૮




creted by- suthar sureshkumar R